SabkaNews Ahmedabad Dr. kalpesh vora
અમદાવાદમાં મેંમકો ચાર રસ્તા પાસે આવેલ કલ્યાણ ચોકી ની સામેજ જાહેર રોડ પર ચાલે છે કૂટણખાનું,
મેમકો ચાર રસ્તાથી હીરાવાડી તરફ જતા રસ્તા પર કલ્યાણ પોલીસ ચોકીની સામેની સાઈડ પર જ ઉભી રહે છે આ યુવતીઓ, કસ્ટમર જોડે ડીલ કરી બાજુમાં આવેલી હોટેલમા જ કરાવે છે દેહ વ્યાપાર, હોટેલ ની બાજુમાં પોલીસ પણ ઘણી માત્રા અવર જવર કરતી હોવા છતાં ધમધોકાટ ચાલે છે દેહ વ્યાપાર.
જેના કારણે ઘણીવાર વિસ્તારની કે જાહેર રોડ પર નીકળતી મહિલાઓ ને પણ ખૂબ તકલીફ પડે છે, આ બધું જોતા પોલીસ ની કામગીરી પર સવાલો થાય છે, શુ પોલીસનું આ પ્રવૃત્તિ સાથે કોઈ સેટિંગ છે? કે શુ પોલીસને આ પ્રવૃત્તિ વિસે ખબર નથી કે જાણી જોઈને ચૂપ બેસી છે ?
નરોડા રોડ પર આ ધમધમાટ ચાલતો ધંધો રોકવા કોઈ સિંધમ પોલીસ ઑફિસર્સની જરૂર છે.શહેર કોટડા પોલીસ સ્ટેશનની હદમાં આ દેહ વ્યાપાર થતો હોય ત્યારે શહેરકોટડાના PI ચૌધરીના સુશાસન પર વેધક પ્રશ્નાર્થ થઇ રહ્યો છે.