Friday, May 29, 2020
Home > Crime and Politics > પાંચ દિવસના ઉપવાસ બાદ FIR કરતું કાગડાપીઠ પોલીસ સ્ટેશન

પાંચ દિવસના ઉપવાસ બાદ FIR કરતું કાગડાપીઠ પોલીસ સ્ટેશન

SabkaNews Ahmedabad Dr. kalpesh vora

પાંચ દિવસના ઉપવાસ બાદ FIR કરતું કાગડાપીઠ પોલીસ સ્ટેશન

અમદાવાદ શહેરનું કાગડાપીઠ પોલીસ સ્ટેશન પાંચ દિવસે FIR દાખલ કરી રહ્યું છે. સામાન્ય સમજ પ્રમાણે અને IPC ૧૫૪ મુજબ ગુનો બન્યાના ૨૪ કલાકમાં FIR કરવી. પરંતુ કાગડાપીઠ પોલીસ સ્ટેશનનું ફરિયાદી પ્રત્યેનું કૃત્ય ખરેખર નિંદનીય છે.બનાવની ટૂંકી વિગત જોઈએ તો હનુમાનપ્રસાદ માલી નામના અરજદારના કહેવા પ્રમાણે તેના પગાર ભથ્થા અન્ય ૧૭ લાખથી વધુ રકમ બાબતોને લઈ મનીષ જૈન તેમજ મદનલાલ જૈન પર ફરિયાદ કરવા કાગડાપીઠ પોલીસ સ્ટેશન ગયો હતો. જ્યાં ૧ મહિના સુધી PI એ વિશ્વાસમાં રાખી તપાસ ચાલુ છે તેમ કહ્યું અને બાદમાં ફરિયાદ ન લીધી એથી ઉલટી ફરિયાદી પર IPC ૧૫૧ મુજબ કાર્યવાહી કરી દીધી..
આથી ફરિયાદી પોતાના પરિવાર સાથે તા ૧૦/૮/૨૦૧૮ થી કાગડાપીઠ પોલીસ સ્ટેશન પાસે ઉપવાસ પર બેસી ગયા.તેમના વકીલ ભાવનાબેન ના જણાવ્યા મુજબ “તેમણે DCP, ACP અને PI ને લેખિત જાણ પણ કરી હોવા છતાં પાંચ પાંચ દિવસે FIR થઈ, કાગડાપીઠ પોલીસ સ્ટેશને ૧૩૯/૧૮ થી FIR દાખલ કરી IPC ૪૦૬,૪૨૦,૧૧૪,૫૦૬(૨) મુજબ ગુનો નોંધાયો છે.
પરંતુ આરોપી મનીષ જૈન મદનલાલ જૈન ગુનાહિત માનસ ધરાવતા ઈસમો છે.જેમના પર બોટાદમાં પણ ૧૩૦/૧૩ થી FIR તા ૨૪/૦૮/૨૦૧૩ ના રોજ દાખલ થઈ છે.વળી નરોડા પોલીસ સ્ટેશનમાં પણ ૨૩૨/૨૦૧૮ થી તા ૨૩/૦૭/૨૦૧૮ ના રોજ ગુનો દાખલ થયો છે. આવા ગુનાહિત માનસ ધરાવતા તત્વો સામે કાર્યવાહી કરવા માટે આટલો સમય કેમ લેવામાં આવ્યો ? ફાઈનાન્સની કંપનીના આ માલિકો પર કૂણી લાગણી શુ દર્શાવે છે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *