SabkaNews Ahmedabad Dr. kalpesh vora
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નું ઉત્તર ઝોન તાજેતર મા એજન્ટો નો અડ્ડો બનતું જાય છે. ઉત્તરઝોન ના કાર્યક્ષેત્ર માં આવતા વિવિધ વોર્ડ ની ઘણી બધી કામગીરી માટે અંહી નાગરિકો ને આવનું હોય છે. ગુમાસ્તા લાઈસન્સ થી લઈ જન્મ-મરણ ના દાખલા,ટેક્ષ-બિલ ના નામ સુધારવા, વળી બાંધકામ ના હેલ્થ ના અસંખ્ય કામો અહિયાં થી થાય છે
પરંતુ આ ઉત્તર ઝોન મા કોઈ પણ વિભાગ મા તમે સીધા કામ માટે જાવ તો કોઈ અધિકારી તમને સીધો જવાબ નહીં આપે, દરેક વિભાગ ના એજન્ટો છે આ બધા એજન્ટો ઉત્તર ઝોન ની બહાર આવેલા ઝાડ નીચે એકઠા થાય છે. તેઓ ઘણા બધા કર્મચારી સાથે સીધી ડીલ કરાવી આપે છે. રોજ સવારે ને સાંજ અહિયાં મેળો ભરાય છે.
શું ડેપ્યુટી કમિશનર શ્રી આ બાબત જાણતા નહીં હોય મ્યુનિસિપલ કોર્પોરેટર ના દલાલો આવા એજન્ટોના સીધા સંપર્ક માં હોય છે. અહી સાથે મડી ને ખાવાનો એક જાત નો રિવાજ છે.